Pages

જે છે તેના કરતા જે નથી તેની ઉપયોગીતા અને મહત્તા અધિકતર છે.

Thursday, October 17, 2013 ડાઉનલોડ થયેલ ફાઈલ ખોલવા માટે ના પાસવર્ડ માં તમારો  પોસ્ટલ પીન કોડ નંબર નાખો

 

Thursday, September 26, 2013

                                  ચર્ચિલ 
 
 યુરોપ નો ઘણો મોટો ભાગ પોતાને કબજે આવી ગયાનો ખ્યાલ માં રાચતાં હિટલરને વિશ્વ યુદ્ધની,
ધાર્યા કરતા મોટી તબાહી થયેલી જોઇને યુદ્ધ વિરામ કરવાનો વિચાર આવ્યો. તેને એ માટે ચર્ચિલ
ને આમંત્રણ આપ્યું. અને તેના દોસ્ત મુસોલિનીને પણ બોલાવ્યો. કોઈ શાંત પ્રદેશમાં આવેલા
સરોવર ની પાળે તે ત્રણે મહાનુભાવો ભેગા થયા.હિટલર સ્વભાવે ઉતાવળિયો અને આવેશ વાળો
હતો, ચર્ચિલ સ્વભાવે શાંત અને ખુબ ધૈર્યવાન હતા.
 
મંત્રણા ની શરૂઆત થતાં જ હિટલરે તડફડ કરવાનું શરુ કરી દીધું.તેને કહ્યું,મિ.ચર્ચિલ ! તમે જાણો
છો કે અમે આખું યુરોપ કબજે કરવાની લગભગ તૈયારી માં છીએ.જો આપણે યુદ્ધ તાત્કાલિક બંધ
કરવું હોય તો આપણે હમણાં જ તે અંગે કરાર કરી લઈએ. તમે યુરોપના દેશો ઉપરના આમારા
કબજા ને સ્વીકૃતિ આપી દો.

એક શ્વાસે હિટલરે વાત કરી; પરંતુ તેનો કશો પ્રતિસાદ આપવાને બદલે ચર્ચિલે ચા ના કપ માંથી
થોડીક ચા રકાબી માં કાઢી.ચા ખુબ ગરમ હતી,ચર્ચિલ નું મૌન હિટલર ને અકળાવનારું બન્યું.તેને
ઊંચા અવાજે પૂછ્યું, જવાબ કેમ આપતા નથી ? શુ યુરોપના દેશો પરનો અમારો કબજો તમને
માન્ય નથી ? ચર્ચિલે માત્ર એટલું જ કહ્યું જી, ના...... અમારા લોકોને આપણી વાત માન્ય નથી,
અમે લોકો હારવાની અણી પર છીએ તે વાત અમે લોકો આજની તારીખ માં નથી સ્વીકારતા.

આ સાંભળી હિટલર તાડૂક્યો.. તમારે અમારી વાતનો સ્વીકાર કરવો જ પડશે.
આરામ થી રકાબીને મોં એ લગાડી ચા પીવા લાગેલા ચર્ચિલે હિટલર ને કહ્યું અમારી પ્રજા માં
આવી જાત નો કોઈ વિવાદ ઉત્પન્ન થાય ત્યારે તેનો નિર્ણય લાવવા માટે બે ઉપાય માંથી કોઈ
એક ઉપાય અજમાવીએ છીએ. એક ઉપાય છે સિક્કો ઉછાળવાનો અને બીજો ઉપાય છે કોઈપણ
વસ્તુ પર શરત લગાવવાનો.
 
હિટલરે કહ્યું ચાલો, અમને બીજો ઉપ���ય મંજુર છે.લગાવો તમને જે ઠીક લાગે તે શરત ! જે જીતે
તેને સમગ્ર યુરોપ નું આધિપત્ય પ્રાપ્ત થાય. ચર્ચિલે કહ્યું ભલે સાહેબ આ સરોવર છે તેમાં એક
માછલી.. જુઓ ! તે સતત આમ તેમ પાણી દોડી રહી છે, તેને પકડવાની જાળ બિછાવ્યા વગર
બહાર કાઢી આપે તેનું યુરોપ.
 
તાલી દઈ હિટલરે આનંદ માં આવી જઈને શરત કબૂલી.તરત જ ખિસ્સા માંથી રિવોલ્વર કાઢીને
તે માછલીને શૂટ કરી નાખવા તેને ઉપરઉપરી ગોળીઓ છોડી.પણ કાશ ! માછલીતો ખુબ ચાલાકી
સાથે સરકતી રહી અંતે હિટલર થાકી ગયો.એને મુસોલિની ને કહ્યું અરે ! તુ કંઈક કર.આટલી નાની
વાત માં યુરોપનો કબજો કંઈ જવા દેવાય ? મુસોલીનીએ પણ ઘણાં ગોળીબાર કર્યાં પણ બધી
મહેનત નિષ્ફળ ગઈ.
 
આખા યુરોપનો કબજો આપતી શરત ના જંગ વખતે ચર્ચિલ પૂરી ધીરજ ધારણ કરી ગંભીરતાથી
ખુરશી પર બેસી આરામ થી ચા પીતા પીતા ટેબલ પર પેન થી ચકરડા દોરતા રહ્યા.
 
બધી રીતો માં નિષ્ફળતા મળતાં અકળાઈ ઉઠેલા હિટલરે મુસોલિનીને ઘણી ગાળો આપી.પછી તેને
ચર્ચિલને કહ્યું  મિ.ચર્ચિલ ! હવે તમે શરત મુજબ માછલી ને પકડી આપો જોઉં.જો તમે સફળતા
પામશો તો યુરોપનો તમારો કબજો અમારે કબુલ કરવોજ પડશે.આ સાંભળી ને ચર્ચિલ ઉભા થયા.
ચા માં સાકાર નાખવા માટે જે ચમચી ટેબલ પર પડી હતી,તે તેમને હાથમાં લીધી. તે સરોવર ની
પાળે ગયાં.અને ચમચી પાણીમાં નાખી.ચમચીમાં જેટલું પાણી આવ્યું તે તેમને પાળ ઉપરની માટીમાં
નાખ્યું.પછી બીજી વાર ત્રીજી વાર ચોથી,પાંચમી એમ વારંવાર તેમજ કર્યું. આ બધું જોઇને અધિરા
બની ગયેલા હિટલરે તેમને પૂછ્યું આ શુ કરો છો ?
 
ચર્ચિલે કહ્યું આ રીતે હું આખું સરોવર ખાલી કરી નાખીશ; અને તે વખતે પેલી માછલી મારા હાથમાં
આવી જશે. અને આમ શરત માં જીત અમારી થશે. હિટલરે અકળાઈને કહ્યું`અરે ! ચમચીથી બધું પાણી
ઉલેચતાં તો કેટલી વાર લાગે` ?
 
ચર્ચિલે ઠંડે કલેજે જવાબ આપ્યો કે,સાહેબ !અમે યુરોપ ના લોકો આટલીજ બેઠી ધીરજથી યુદ્ધ લડવા
માંગી  છીએ અને જીતવા માંગીએ છીએ.અમને અમારામાં પૂરો વિશ્વાસ છે.

Tuesday, September 17, 2013

ધોરણ ૬ થી ૮ ના પાઠ્યપુસ્તકો

Sunday, June 30, 2013

Saturday, May 11, 2013


ભાર વિનાનું ભણતર!
મિત્રો આજથી ત્રણ દાયકા પહેલાંનો વિદ્યાર્થી - ફાટેલી થીગડા વાળી ચડ્ડી  સુતરાઉ કાપડની કે ખાતરની થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ દફ્તર  તેમાં દેશી હિસાબબે-એક પુસ્તકોસ્લેટ અને પેન. 
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું. 
આજે વિદ્યાર્થીઓ  પ્રશ્ન કરે છે: સરસ્લેટ એટલે શું?” 
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ. 
ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસતા. અણીદાર” બનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.  

સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોયગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો,શીખી લોભીના કપડાથી ભૂસી નાખો. 
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ: 
ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...” 
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર! 

ઘડિયા જ્ઞાન  ૩૦ એકા સુધીના ઘડિયા તો મોઢેજ હોય. શિક્ષક પ્રત્યે આદર-પ્રેમ.કુદરતી વાતારણમાં પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ કોયડા પલવારમાં ઉકેલાય.

આજના નાનકડા ભૂલકાઓને ઈન્ફર્મેશન એજમાં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના થાય છે. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયોઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ. સાદા સરવાળા માટે પણ પરાવલંબી. દરેક વિષયના એક-બે પુસ્તકોગાઈડો- વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ હજાર આપતાં વાલી આનંદ અનુભવે. ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો ખરાજ.  કંપાસમાં ચાર પાંચ પેન. દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ...કેટલીતો પોથીઓ(ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી વગેરે વગેરે) આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધીતેમાં જ્ઞાન તો તલભારનું જ! આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં જતાં ગભરાય છે.મીટરને ફૂટમાં ફેરવતાં કે લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા મરી જાય છે.ઘરની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી. રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય થઈ છે. ભારેખમ ગણિત પચાવવા દાખલા ગોખતો થયો છે.ગણિત વાંચતો જોવા મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે છે.આજના બારમાનો કે ગુજરાતી વિષય સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ લોચા મારે છે.આજે   બાળકને આપણે શું આપીએ છીએ?
ભાર વગરનું ભણતર કે જીવનને રગડોળી નાખવાનું ભણતર

Friday, May 10, 2013


ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસની નવી મુદત તારીખ  ૦૪/૦૭/૨૦૧૩
 
આવી છે.


ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા.  13/05/2013 ના રોજ 

બોર્ડની વેબસાઈટ  www.gseb.org પર  જોવા મળશે. વિજ્ઞાન 

પ્રવાહની શાળાઓને તેમની શાળાનું પરિણામ જિલ્લાના નિયત કરેલ

 વિતરણ સ્થળોએ તા.  18/05/2013 ના રોજ સવારના 9-00 કલાકથી 

સાંજના 4-00 કલાક સુધી મળશે. 

Monday, May 06, 2013

Saturday, April 13, 2013


CCC પરીક્ષા ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે પરિપત્ર મુજબ ૩૧/૦૩/૨૦૧૩ થી મુદત વધારી ૩૦/૦૬/૨૦૧૩ કરવામાં આવી.પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો.

Monday, April 08, 2013


ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી


ઓનલાઈન અરજીપત્રક.
Important Note :
 • Persons who do not meet the minimum eligibility criteria (qualifications), for example who has failed the TAT examination, may not be able to apply for the post of teachers in the higher secondary schools.
ખાસ નોંધ :
 • જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
 • બેન્ક મા ચલન થી પૈસા જમા કરાવવાની છેલ્લિ તારિખ ૨૦-૪-૨૦૧૩ છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લિ તારિખ ૨૨-૪-૨૦૧૩ છે.

જગ્યા નું નામજાહેરાતસુચનાઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના
ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી શાળા) માટેનું અરજી પત્રકViewViewViewApply

Saturday, April 06, 2013


teacher bharti

ઉચ્ચત્તર સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની
૪૯૮ જગ્યાઓની ભરતી તા. ૦૮/૦૪/૨૦૧૩ થી ૨૨/૦૪/૨૦૧૩ દરમ્યાન અરજી સ્વીકારવામાં
આવશે. www.gserb.org

Apply Online!


  Thursday, April 04, 2013

  ccc march 29-30-31 nu RESULT  સી સી સી માર્ચ ૨૦૧૩ માં લેવામાં આવેલ  G.T.U. પરીક્ષા નું પરિણામ 

  Saturday, December 29, 2012

  DHAMEL PAY CENTER SCHOOL CLASS ROOM

  CLASS ROOM VIDEO .MKV 

  CLASS ROOM VIDEO .MP4

  Wednesday, August 15, 2012

  જામનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક 
   
  ભરતી નો કાર્યક્રમ જાહેર


  17 / 08 / 12 સુધી  વાળા એ અરજી કરવી અને રૂબરૂ 

  મુલાકાત 

  21 / 08 / 12 એ પ્રમોશન વાળાની કામચલાઉ યાદી બહાર પડશે અને 

  વાંધા અરજી 

  22 / 08 / 12 પ્રમોશન વાળાની આખરી યાદી પ્રસિધ્ધ કરવી 
   

  23 / 08 / 12 ડી.પી.સી. ની બેઠક બોલાવવી 


  24 / 08 / 12 પ્રમોશન વાળાને સ્થળ પસંદગી
   

  27 / 08 / 12 સીધી ભરતી વાળાને સ્થળ પસંદગી